ગુજરાતી સુવાક્યો - Gujrati Suvaakyo

ગુજરાતી સુવાક્યો - Gujrati Suvaakyo 



આચાર્ય પરમ પૂજ્ય પ્રભોધચંદ્રસૂરિ એ કહેલા આ ૧૦ સુવાક્યો.


1. જયા સુધી ચુપ રહીને બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે દુનિયાને સારા લાગીએ છે... પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે...

2. દુનિયા સાથે લડી લેનારા ઘરઆંગણે જ હારી જતાં હોય છે...


3. હ્રદય થી નમવું જરુરી છે સાહેબ… ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા...

4.’મદદ' એ ખૂબ જ ' મોંધી 'ભેટ છે, તેથી દરેક પાસેથી તેની ' અપેક્ષા ' રાખશો નહિ. કારણકે ખૂબ જ ઓછા લોકોના હ્દય ' શ્રીમંત ' હોય છે…

5. વૃત્તિ શ્રેષ્ઠ હોય તો..કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની

6 વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો..

7 પીરસાયેલાં ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોયીએ ત્યારે... કેટલાક લોકો સુકા રોટલા માટે ભગવાનનો આભાર માનતા હોય છે.

8 સાવ સરળ શબ્દ, "સમજણ" કાનો માત્રા કયાં છે? છતાં, બધામાં નથી હોતી.

9 દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે, તો જમીન પર આટલી ભીડ કેમ છે…

10 પરિવારમાં જે વ્યક્તિ સમજદાર, લાગણીશીલ, જતુ કરવાની ભાવનાવાળો, તેમજ ગમ ખાઇ જનાર હોય, તેનેજ પરિવાર ના અન્ય સભ્યો નકામો ગણી હાંસી ને પાત્ર બનાવે છે.પણ હકીકતમાં એ જ વ્યક્તિ નાં કર્મ ને કારણે જ પરિવારનાં અન્ય સભ્યો સુખી અને સંપન્ન હોય છે...!




દિલસે ગુજરાતી

Comments