અધ્યાય ૨ - અર્જુનને સમજાવાનો પહેલો પ્રયત્ન :

અર્જુનને સમજાવાનો પહેલો પ્રયત્ન :
     આપણને અનંત દુખો છે , પણ આપણને પ્રત્યેકને આશા છે કે બે વર્ષ પછી દુખ જશે . આમ આશા એક મોટામાં મોટું શાસ્ત્ર છે. શક્તિ છે.વેદાંત કહે છે કે આશા છોડી દો પણ જીવનરહસ્ય જોવું હોય તો આશા શરૂઆતમાં પકડી રાખવી જોઈએ .શ્રીકૃષ્ણ ભગવાનને પણ અર્જુન માટે આશા હતી. કારણ,શ્રીકૃષ્ણ ભગવાન ઉપર અર્જુનને અમાપ ભક્તિ હતી. શ્રીકૃષ્ણ ભગવાને શરૂઆતમાં બે ચાર શ્લોકમાં એક દવા આપી જોઈ. જેમ કોઈ ને તાવ આવે તો ડોક્ટર તેને એકાદ દવા આપે. તેનાથી તાવ ન માટે તો ઈન્જેકસન આપે.છતાં તાવ ન માટે તો લોહી તપાસવાનું કહે.ડોક્ટરોની ચીકીત્ષાનીઆવી એક પદ્ધતિ છે. આવી રીતે ભગવાને પણ, 
    कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम 
    
   કહીને તેને ઝાટકી નાખ્યો છે ' અર્જુન ! આ વિષમ સ્થિતિમાં આવો વિચાર કરે છે ? શ્રીકૃષ્ણનું  કહેવું એમ છે કે ઘેર બેઠા બેઠા આવો વિચાર આવે તે સમજી શકાય , પણ અહી તો વિષમ સ્થિતિ ઉભી થઇ છે .સામેના પક્ષે પાંડવોના નાશ માટે હઝારો પ્રયત્નો કર્યા છે અને શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોએ સેંકડો યુક્તિ ઓ કરી છે ; તે છતા શાંતિ થઇ શકી નહિ.પ્રયત્નો ની                પરાકાષ્ઠા પછી પણ શાંતિ ન થઇ અને લડાઈ છાતી ઉપર આવી ને ઉભી રહી ! વિચાર કરવા માટે તે સ્થિતિ વિષમ જ કહેવાય .

Comments