- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
*મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી*
*પ્રશ્ન -૧:હું કોણ છુ ?*
જવાબ - તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે.
*પ્રશ્ન -૨: જીવન નો ઉદ્દેશ શુ છે ?*
જવાબ - જીવન નો ઉદ્દેશ એજ ચેતના ને જાણવાનો છે, જે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે.
*પ્રશ્ન -૩: જન્મ નું કારણ શું છે?*
જવાબ - અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મ ફળ જ જન્મ નું કારણ છે.
*પ્રશ્ન - ૪: જન્મ અને મરણ ના બંધન થી મુક્ત કોણ છે ?*
જવાબ - જેણે સ્વયં ને એટલે કે એ આત્મા ને જાણી લીધો, તે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે.
*પ્રશ્ન -૫: વાસના અને જન્મ નો શું સંબંધ છે ?*
જવાબ - જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોની માં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય યોની માં જન્મ.
*પ્રશ્ન -૬: સંસાર માં દુઃખ કેમ છે ?*
જવાબ - લાલચ, સ્વાર્થ અને ભય સંસાર ના દુઃખ નું કારણ છે.
*પ્રશ્ન -૭ : ઈશ્વરે દુઃખ ની રચના કેમ કરી ?*
જવાબ - ઈશ્વરે સંસાર ની રચના કરી પરંતુ મનુષ્યે પોતાના વિચારો અને કર્મો થી સુખ અને દુઃખ ની રચના કરી.
*પ્રશ્ન - ૮: શું ઈશ્વર છે ?*
*તે કોણ છે ?*
*તેનું સ્વરૂપ શુ છે ?*
*તે સ્ત્રી છે કે પુરુષ છે ?*
જવાબ - કારણ વિના કાર્ય થતું નથી. આ સંસાર એ જ કારણ ના અસ્તિત્વ નું પ્રમાણ છે. તમે છો એટલે એ પણ છે. એ જ મહાન કારણ ને અધ્યાત્મ માં ઈશ્વર કહેવામાં આવ્યા છે. એ ના તો સ્ત્રી છે ના પુરુષ. એમનું સ્વરૂપ સત્ત ચિત્ત આનંદ છે, તે અનાકાર જાતે જ દરેક રૂપો માં સ્વયં ને વ્યક્ત કરે છે.
*પ્રશ્ન -૯ : તે અનાકાર શું કરે છે ?*
જવાબ - તે અનાકાર ઇશ્વર સંસાર ની રચના, પાલન અને સંહાર કરે છે.
*પ્રશ્ન - ૧૦ : જો ઈશ્વરે સંસાર ની રચના કરી તો ઈશ્વર ની રચના કોને કરી ?*
જવાબ - ઇશ્વર અજન્મા, અમૃત અને અકારણ છે.
*પ્રશ્ન - ૧૧ : ભાગ્ય શું છે ?*
જવાબ - દરેક ક્રિયા, દરેક કર્મ નું એક પરિણામ છે. પરિણામ સારું પણ હોઈ શકે છે, પરિણામ ખરાબ પણ હોઇ શકે છે. આ પરિણામ જ ભાગ્ય છે. આજ નો પ્રયત્ન આવતી કાલ નું ભાગ્ય છે.
*પ્રશ્ન - ૧૨ : સુખ અને શાંતિ નુ રહસ્ય શું છે ?*
જવાબ - સત્ય, સદાચાર, પ્રેમ અને ક્ષમા સુખ નુ કારણ છે. અસત્ય, અનાચાર, ઘૃણા અને ક્રોધ નો ત્યાગ શાંતિ નો માર્ગ છે.
*પ્રશ્ર્ન - ૧૩ : ચિત્ત ઉપર નિયંત્રણ કઇ રીતે સંભવ છે ?*
જવાબ - ઈચ્છાઓ અને કામનાઓ ચિત્ત માં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. આ ઈચ્છાઓ અને કામનાઓ પર જીત એ જ ચિત્ત ઉપર વિજય છે.
*પ્રશ્ન - ૧૪ : સાચો પ્રેમ શુ છે ?*
જવાબ - સ્વયં ને હર એક માં દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને સર્વ વ્યાપ્ત દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને હર એક માં એક સાથે દેખવું એ જ સાચો પ્રેમ છે.
*પ્રશ્ન - ૧૫ : તો પછી મનુષ્ય હર એક ને પ્રેમ કેમ નથી કરતો ?*
જવાબ - જે સ્વયં ને હર એક માં નથી જોઈ શકતો, તે હર એક ને પ્રેમ નથી કરી શકતો.
*પ્રશ્ન - ૧૬ : આસક્તિ શું છે ?*
જવાબ- પ્રેમ માં માંગણી, અપેક્ષા અને અધિકાર એ જ આસક્તિ છે.
*પ્રશ્ન -૧૭ : બુદ્ધિમાન કોણ છે?*
જવાબ - જેની પાસે વિવેક છે તે બુદ્ધિમાન છે.
*પ્રશ્ન -૧૮ : નશો શું છે ?*
જવાબ - આસક્તિ એ જ નશો છે .
*પ્રશ્ન - ૧૯ : ચોર કોણ છે ?*
જવાબ - ઇન્દ્રિયો ના આકર્ષણ થી જે ઇન્દ્રિયો ને હરી લે છે, તે ચોર છે.
*પ્રશ્ન - ૨૦ : જાગતા હોવા છતાં સૂતું કોણ છે ?*
જવાબ- જેને આત્મા ને નથી જાણ્યો, તે જાગતા હોવા છતાંય સૂતો છે.
*પ્રશ્ન - ૨૧ : ક મળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી શું છે ?*
જવાબ - યૌવન, ધન અને જીવન કમળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી છે.
*પ્રશ્ન - ૨૨ : નર્ક શું છે?*
જવાબ - ઇન્દ્રિયો માં રચ્યાપચ્યા રહેવું અને ઇન્દ્રિયો સાથે દાતત્મ્ય રાખવુ એ જ નર્ક છે.
*પ્રશ્ન -૨૩ : મુક્તિ શું છે?*
જવાબ - અનાસક્તિ એ જ મુક્તિ છે.
*પ્રશ્ન - ૨૪ : દુર્ભાગ્ય નું કારણ શું છે ?*
જવાબ - મદ અને અહંકાર દુર્ભાગ્ય નું કારણ છે.
*પ્રશ્ન - ૨૫ : સૌભાગ્ય નું કારણ શું છે ?*
જવાબ - સત્સંગ અને હર એક પ્રત્યે મૈત્રી ભાવ સૌભાગ્ય નું કારણ છે.
*પ્રશ્ન - ૨૬ : સર્વે દુઃખો નો નાશ કોણ કરી શકે છે?*
જવાબ- જે બધું છોડવા તૈયાર છે, તે સર્વે દુઃખો નો નાશ કરી શકે છે.
*પ્રશ્ન - ૨૭ : મૃત્યુપર્યંત યાતના કોણ આપે છે?*
જવાબ - ગુપ્તરૂપે કરેલા અપરાધ મૃત્યુપર્યંત યાતના આપે છે.
*પ્રશ્ન -૨૮ : દિવસ રાત કયો વિચાર કરવો જોઈએ?*
જવાબ- દિવસ રાત સાંસારિક સુખો ની ક્ષણભંગુરતા નો વિચાર કરવો જોઈએ.
*પ્રશ્ન - ૨૯ : સંસાર ને કોણ જીતી શકે છે ?*
જવાબ - જેના માં સત્ય અને શ્રદ્ધા છે, તે જ સંસાર ને જીતી શકે છે.
*પ્રશ્ન - ૩૦ : ભય થી મુક્તિ કઈ રીતે સંભવ છે ?*
જવાબ - વૈરાગ્ય થકી ભય થી મુક્તિ સંભવ છે.
*પ્રશ્ન - ૩૧ : મુક્ત કોણ છે ?*
જવાબ - જે અજ્ઞાન થી પર છે તે મુક્ત છે.
*પ્રશ્ન -૩૨ : અજ્ઞાન શું છે?*
જવાબ - આતમ જ્ઞાન નો અભાવ એ જ અજ્ઞાન છે.
*પ્રશ્ન -૩૩ : દુઃખો થી મુક્ત કોણ છે?*
જવાબ - જે કદાપિ ક્રોધ નથી કરતો, તે સર્વદા દુઃખો થી મુક્ત છે.
*પ્રશ્ન - ૩૪ : એવું શું છે કે જે છે પણ અને નથી પણ?*
જવાબ - માયા
*પ્રશ્ન - ૩૫ : માયા શું છે ?*
જવાબ - નામ અને રૂપધારી નાશવંત જગત એ જ માયા છે.
*પ્રશ્ન -૩૬ : પરમ સત્ય શું છે ?*
જવાબ - શિવ એ જ પરમ સત્ય છે....
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT