- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
જોક્સ શાયરી
શ્રીમતીજીએ પથારીમાંથી જ આદેશ કર્યો: "ફટાફટ મારી ચા બનાવીને કચરાપોતું પતાવી દો"
હું: "પ્રિયે, આપણે 'રિસોર્ટ' માં છીએ, 'ઘરે' નથી.."
તો એમણે ઉદારતપૂર્વક કહ્યું: "તમે વર્ષોથી 'ઘરકામ' માં રજા માંગી રહ્યા છો ને, જાઓ 'બે દિવસનું વેકેશન' આપ્યું...!"
**************************
પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.!
"મારે એમને પુછવુ પડે.."
હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . .
અને...
પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું.
"એમા એને શુ પૂછવાનું.!?"
હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .!
**************
પત્ની : -આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે?
પતિ : - તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો . . આ લોકો બેડમિન્ટન રમે છે ! ! !
*********************
ખરા ટાણે ખહિ જાય, આફતે ન આવે એક,
એવા અમથા કુદે અનેક, કારણ વગર ના કાગડા.
**********
શાળાના આચાર્ય : ''તમારો દીકરો શાળામાં ખૂબ ત્રાસ આપે છે . કાલે ને કાલે તમે મળી જાઓ.''
પિતા : ''અમારો દીકરો ઘરે પણ ઘણો ત્રાસ આપે છે, અમે તમને કોઈ દિવસ મળવા બોલાવ્યા ?''
***********
યુવાન : ''તમે સુંદર દેખાઓ છો.''
યુવતી : ''આભાર.''
યુવક : ''મનમાં થાય છે કે કાશ, આપણી વચ્ચે કશુંક હોત!''
યુવતી : ''મને પણ એવું જ થાય છે.''
યુવક : ''ખરેખર ! શું?''
યુવતી : ''દીવાલ
**************
પતિએ હોટલના મેનેજરને કહ્યું : જલદી મારા રૂમમાં ચાલો, મારી પત્ની બારીમાંથી કુદી આપઘાત કરવા માંગે છે.
મેનેજર : તો હું શું કરુ ?
પતિ : બારી ખુલતી જ નથી
*******************
કાલે મારા બાજુ માં રહેતા કાકા એ વકીલ પાસે જઈ ને એમનું અને એના છોકરાનું નામ એફિડેવિટ કરવી નાખ્યું..
કાકા નું નામ -નરેન્દ્ર
એમના છોકરાનું નામ -રાહુલ
મેં કીધું કેમ બદલાવ્યું.
મને કે છોકરી વડા બેય ના નામ સાંભળી નેજ ના પાડી દેછે
***************
પત્ની: તમે તો મારા માટે, બે હજાર ની નોટ જેવાં છો.
પતિ: વાહ શું વાત છે..
*પત્ની: તબુંરો વાહ, ના છુંટા કરવાનું મન થાય, ના તો સઘંરી રાખવાનું..
*********
પત્ની પતિને: "કોઈ બીજી મળી ગઈ હોય તો *"સ્પષ્ટ"* બોલો"
પતિ: *"સ્પષ્ટ"*
*************
ગ્રાહક: બે પંખા આપો એક લેડીસ, એક જેન્ટ્સ.
દુકાનદાર: પંખામા લેડીસ જેન્ટ્સ ન આવે ડોબા.
ગ્રાહક: એક ઉષા ને બીજો બજાજ
***********
વજન ઘટાડવા તત્પર ભૂરો : ડોકટર સાહેબ માટે વોકિંગ માટે તો જાવું હોય છે પણ વહેલું ઉઠાતું નથી.
ડોકટર : કોઈપણ સમયે ચાલી શકો, SBI માં એક એકાઉન્ટ ખોલાવી દો. રોજ દિવસમાં ૨ ધક્કા પણ ખવાશે અને વોક પણ થઈ જાશે.
*************
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT