જોક્સ શાયરી


જોક્સ શાયરી    

શ્રીમતીજીએ પથારીમાંથી જ આદેશ કર્યો: "ફટાફટ મારી ચા બનાવીને કચરાપોતું પતાવી દો"

હું: "પ્રિયે, આપણે 'રિસોર્ટ' માં છીએ, 'ઘરે' નથી.."

તો એમણે ઉદારતપૂર્વક કહ્યું: "તમે વર્ષોથી 'ઘરકામ' માં રજા માંગી રહ્યા છો ને, જાઓ 'બે દિવસનું વેકેશન' આપ્યું...!"

**************************

પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.!
 "મારે એમને પુછવુ પડે.." 

હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . . 
અને...

પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું.
"એમા એને શુ પૂછવાનું.!?"

હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .!


**************
પત્ની : -આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે  નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે?

પતિ : -  તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો . . આ લોકો બેડમિન્ટન રમે છે ! ! !

*********************

ખરા ટાણે ખહિ જાય, આફતે ન આવે એક,
એવા અમથા કુદે અનેક, કારણ વગર ના કાગડા.

**********

શાળાના આચાર્ય : ''તમારો દીકરો શાળામાં ખૂબ ત્રાસ આપે છે . કાલે ને કાલે તમે મળી જાઓ.''

પિતા : ''અમારો દીકરો ઘરે પણ ઘણો ત્રાસ આપે છે, અમે તમને કોઈ દિવસ મળવા બોલાવ્યા ?''

***********

યુવાન : ''તમે સુંદર દેખાઓ છો.''

યુવતી : ''આભાર.''

યુવક : ''મનમાં થાય છે કે કાશ, આપણી વચ્ચે કશુંક હોત!''

યુવતી : ''મને પણ એવું જ થાય છે.''

યુવક : ''ખરેખર ! શું?''

યુવતી : ''દીવાલ
**************

પતિએ હોટલના મેનેજરને કહ્યું : જલદી મારા રૂમમાં ચાલો, મારી પત્ની બારીમાંથી કુદી આપઘાત કરવા માંગે છે.

 મેનેજર : તો હું શું કરુ ? 

પતિ : બારી ખુલતી જ નથી

*******************

કાલે મારા બાજુ માં રહેતા કાકા એ વકીલ પાસે જઈ ને એમનું અને એના છોકરાનું નામ એફિડેવિટ કરવી નાખ્યું..
કાકા નું નામ -નરેન્દ્ર
એમના છોકરાનું નામ -રાહુલ
મેં કીધું કેમ બદલાવ્યું.
મને કે છોકરી વડા બેય ના નામ સાંભળી નેજ ના પાડી દેછે


***************

પત્ની: તમે તો મારા માટે, બે હજાર ની નોટ જેવાં છો.

પતિ: વાહ શું વાત છે.. 

*પત્ની: તબુંરો વાહ, ના છુંટા  કરવાનું મન થાય, ના તો સઘંરી રાખવાનું..

*********

પત્ની પતિને: "કોઈ બીજી મળી ગઈ હોય તો *"સ્પષ્ટ"* બોલો"

પતિ: *"સ્પષ્ટ"*

*************

ગ્રાહક: બે પંખા આપો એક લેડીસ, એક જેન્ટ્સ.
દુકાનદાર: પંખામા લેડીસ જેન્ટ્સ ન આવે ડોબા.
ગ્રાહક: એક ઉષા ને બીજો બજાજ

***********

વજન ઘટાડવા તત્પર ભૂરો : ડોકટર સાહેબ માટે વોકિંગ માટે તો જાવું હોય છે પણ વહેલું ઉઠાતું નથી.

ડોકટર : કોઈપણ સમયે ચાલી શકો, SBI માં એક એકાઉન્ટ ખોલાવી દો. રોજ દિવસમાં ૨ ધક્કા પણ ખવાશે અને વોક પણ થઈ જાશે. 

*************




દિલસે ગુજરાતી

Comments