ગુજરાતી સ્ટેટસ - Gujrati Status

 

ગુજરાતી સ્ટેટસ - Gujrati Status 
કાચ ઉપર "પારો " ચડાવો તો "અરીસો" બની જાય છે.
અને કોઈને "અરીસો" દેખાડો તો પારો ચડી જાય છે.

જે માણસાઈ થી મઢેલી હોય છે એ ઝુંપડી પણ હવેલી હોય છે.

સાલું આપને સાચા હોય તોય . જમાનો ખોટા પાડે છે 
ને એક પથ્થર સારી રીતે ગોઠવાઈ જાય તો લોકો ફોટા પાડે છે.


જિંદગી મારી પણ હતી સુરતી માંજા જેવી 
સ્વાર્થી લોકો મળતા ગયા ને ગાંઠો વધતી ગઈ 

સુખી થવાનો એક જ માર્ગ છે, જ્યારે બે લોકો મળે ત્યારે ત્રીજા ના સુખનો વિચાર કરે.


સબંધ પૈસા ના મોહતાજ નથી હોતા.
કારણ કે અમુક સબંધ નફો નથી આપતા 
પરંતુ અમીર જરૂર બનાવી દે છે 

કઈંક તો છેલ્લે અધૂરું રહી જાય છે
જિંદગી સિવાય અહી ક્યા બધું પૂરું થાય છે 

દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી 
પણ ખુશ રહેવાની ખુદ માં હોવી જોઈએ તૈયારી 

અરમાન એટલા પણ ઊંચા નાં હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે 
બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય 

૧૦
મકાન ની જરૂર હોય છે રહેવા માટે 
બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા દિલનો ખૂણો જ કાફી છે.

૧૧
જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ થી ભરો 
દરજી અને સુથાર ના નિયમ ની જેમ " માપવું બે વાર અને કાપવું એક વાર "

૧૨
જમાવટ તો જીંદગીમાં હોવી હોઈએ 
બાકી બનાવટ તો આખી દુનિયામાં છે જ 




દિલસે ગુજરાતી

Comments