મારે ટોડલે બેઠો મોર :- મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો….. મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મહેદી તે વાવી :- મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની માળવાનો મોર ને ઢેલ ગુજરાતની.. મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..! મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંહદી રંગ લાગ્યો મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ મેંદીના રંગમાં છૂપ્યો અનંગ.. તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..! મેંહદીને વાવી માળવે...