લવ શાયરી - love shayari Gujrati


લવ શાયરી - love shayari Gujrati 

જો તને એમ લાગતું હોય કે , આખી દુનિયા મને પ્રેમ કરે છે 
તો એ આખી દુનિયામાં એક હું પણ છુ ,જે તને પ્રેમ કરૂ  છુ 

જો તને એમ લાગતું હોય કે , મને થોડા લોકો પ્રેમ કરે છે 
તો  એ થોડા લોકો માં એક હું પણ છુ , જે  તન એ પ્રેમ કરું છુ 

જો  તને એમ લાગતું હોય કે મને ,  ૪ લોકો જ પ્રેમ કરે છે 
તો એ ૪ લોકો માં એક હું પણ છુ , જે  તને પ્રેમ કરું છુ 

જો તને એમ લાગે કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે 
તો એક પ્રેમ કરવાવાળો હું જ છુ , જે તને પ્રેમ કરૂ છુ 

જો તને એમ લાગે કે આખી દુનિયામાં , મને કોઈ જ પ્રેમ નથી કરતુ 
તો એમ સમજી લેજે કે , હું દુનિયામાં  નથી                               

----------------------------------------------

તારા આગમન ના રસ્તા પર
તારા વિસામા માટે ઝાડ રાખું
ફુલ થી સજાઉં તારા મન ને
મારા માટે કાંટા ની વાળ રાખું
અને જો તું આવે મારા મૌત પછી મને
મળવા તો મારી કબર માં
અેક નાની તિરાડ રાખું...






તારી ભીતર ના શાંત ચંદનવન માં
તણખો બની ને હવે હું પડીશ
તડકો ઇચ્છા સમય બનીને
રોજ રોજ તને અડીશ, ઊભી
 રહીશ તલવાર થઈ બે પાંપણો ની
મધ્ય માં,તારી જ પથારી ના સળ માં
ઉજાગરો બની ને તને મળીશ,
ઉતારી નાખીશ ઝેર અજાણ્યા
સ્પર્શ નું પ્રવેશી હોંઠ થી તારા
 લોહી માં ભળીશ...

------------------------------------------------

તું સાથે હોય તો દુનિયા પોતાની લાગે છે 

નહીતર આ હૈયાની ધડકન પણ પારકી લાગે છે 

----------------------------------------------------------

આ તો તારો પ્રેમ છે એટલે આઈ લવ યુ બોલતા આવડ્યું 

બાકી અમને તો  ABCD માં પણ માર પડતો 

----------------------------------------------------

ખબર તો હતી જ કે એ નાં પાડશે 
છતાય સાલું કહેવાય ગયું કે ....હું  તને ચાહું છુ 

--------------------------------------------------
દિલસે ગુજરાતી

Comments

Post a Comment

THANK YOU YOUR COMMENT

Popular posts from this blog

ફની શાયરી - Funny Shayari Gujrati

જય દ્વારકાધીશ

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

મરીઝ ના શેર - Mariz Na Sher

જમીન માપણી અને અંતર

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

પતિ દારૂ પીને ઘરે આયો