- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અશોચ્યનો શોક ન કરવો ઘટે
ભગવાને તત્વજ્ઞાન કહ્યું છે તેમાં શિષ્ય બનેલા અર્જુન નો પ્રશ્ન છે , ભગવાને તેની વૃતિ બદલવાની છે અને તેમાં કર્મની ભૂમિકા પરમાર્થની બનવાની છે તેથી ભગવાને अशोच्यानान्वशोचस्त्व्म થી શરૂઆત કરી છે જીવ માત્ર અશોચ્ય છે અશોચ્ય એટલે શોક કરવા જેવું નથી તે . માનવી જીવન અશોચ્ય છે પ્રત્યેક પ્રાણી અશોચ્ય છે પારમાર્થિક દ્રષ્ટીએ 'મરણ ' આ ઘટના શોચનીય નથી ભગવાન અર્જુન ને કહે છે કે ' પ્રજ્ઞાવાદ કહે છે પહેલી વાત એ છે કે તું મુર્ખ છે . તેમાં વળી " હું ડાહ્યો છુ "એવી ગાંડી સમજણ તારામાં આવી ગઈ છે , આપણે અર્જુનને મુર્ખ નાં કહી શકીએ પણ અહિયાં તો ભગવાન ની દ્રષ્ટીએ વિચાર કરીએ છીએ ' અર્જુન તું પ્રજ્ઞાવાદ કહે છે ! આમ કહીને તરત્ જ આત્માનું અને તેના અંશરૂપ જીવનું ચીર્ન્જીવીત્વ સમજાવ્યું છે આત્મા મારતો નથી અને મારતો પણ નથી अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते नश्यति આ ષડભાવ આત્મા ને નથી
આપણી પહેલી શરૂઆત अस्ति થી થાય છે માં નાં પેટમાં બચ્ચું આવે , ત્યાર પછી जायते - તેનો જન્મ થાય ત્યાર પછી वर्धते विपरिणमते અને अपक्षीयते થાય અને છેલ્લે नश्यति - આ ષડભાવ શરીરનો છે આત્માના નથી એમ ભગવાનને કહેવાનું છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT