જોક્સ શાયરી
જોક્સ શાયરી શ્રીમતીજીએ પથારીમાંથી જ આદેશ કર્યો: "ફટાફટ મારી ચા બનાવીને કચરાપોતું પતાવી દો" હું: "પ્રિયે, આપણે 'રિસોર્ટ' માં છીએ, 'ઘરે' નથી.." તો એમણે ઉદારતપૂર્વક કહ્યું: "તમે વર્ષોથી 'ઘરકામ' માં રજા માંગી રહ્યા છો ને, જાઓ 'બે દિવસનું વેકેશન' આપ્યું...!" ************************** પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.! "મારે એમને પુછવુ પડે.." હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . . અને... પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું. "એમા એને શુ પૂછવાનું.!?" હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .! ************** પત્ની : -આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે? પતિ : - તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો . . આ લોકો બેડમિન્ટન રમે છે ! ! ! ********************* ખરા ટાણે ખહિ જાય, આફતે ન આવે એક, એવા અમથા કુદે અનેક, કારણ વગર ના કાગડા. *****...